ગુજરાત
News of Sunday, 9th May 2021

રાજપીપળા સબ જેલ પાસે એન્ટીજન ટેસ્ટ કરવા લોકોની ભીડ : સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સરકારના સ્લોગન "દો ગજ દુરી માસ્ક હે જરૂરી" ની લોકોએ એસી કી તૈસી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના સંક્રમણ ખૂબ વધી રહ્યો હોય જેથી નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા તથા જિલ્લાના અન્ય તાલુકાઓમાં એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે ઘણા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે જ્યાં લોકો જઇ પોતાનો એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાવી શકે છે.
 રવિવારે રાજપીપળા ખાતે એન્ટીજન ટેસ્ટ માટે પાંચ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા જેમાં કાલાઘોડા પાસે, નાગરિક બેંક પાસે, સબ જેલ પાસે, ટેકરા ફળિયા અને લાલ ટાવર પાસે આ સેન્ટરો કાર્યરત હતા અને આરોગ્યતંત્રની ટીમો દ્વારા લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા.
  રવિવારે સવારથી જ રાજપીપળાના સબ જેલ પાસેના એન્ટીજન રેપિડ ટેસ્ટ સેન્ટર પર સવારથી જ લોકોનો ધસારો જોવા મળ્યો હતો લોકોની ભીડ વાધતા સોશિયલ ડિસ્ટન્સ ના પણ ધજાગરા જોવા મળ્યા હતા. આવી જ પરિસ્થિતિ રાજપીપળાના બીજા અલગ અલગ સેન્ટરો પર પણ જોવા મળી રહી હતી.સરકાર ના સ્લોગન "દો ગજ દુરી માસ્ક હે જરૂરી" ની લોકો એ એસી કી તૈસી કરી. જો લોકો દ્વારા જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ બમણી ગતિએ વધે તેમાં શંકાને સ્થાન નથી

(10:52 pm IST)