ગુજરાત
News of Sunday, 9th May 2021

ભદામ ગામ નજીક પિક અપ ગાડીમાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન  વાહનમાં વધુ મુસાફરો બેસાડી પકડાઈ જનાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
 મળતી માહિતી મુજવ રાજપીપળા પીએસઆઇ આઈ. આર.દેસાઈ એ ભદામ ગામ નજીક ચેકીંગ દરમ્યાન  મહેશભાઈ કાલીદાસભાઈ (રહે. રેલ્વે સ્ટેશન પાછળ રાજપીપલા) ને પોતાની પીક અપ ગાડીમાં સાત જેટલા પેસેંજર બેસાડી જાહેરનામાનો ભંગ કરતા કાયદેસર કાર્યવાહી કરી હતી.

(10:42 pm IST)