ગુજરાત
News of Sunday, 9th May 2021

આમલેથા મિલ પાસે વાહનમાં વધુ માણસો બેસાડી જતા ચાલક સામે આમલેથા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસ પેટ્રોલિંગ માં હતી તે સમયે આમલેથા મિલ પાસેથી વાહન માં વધુ માણસો બેસાડી જતા શખ્સ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે

  મળતી વિગતો અનુસાર ઇન્દુભાઇ હિંમતભાઈ વસાવા( રહે.કુમસગામ, તા.નાંદોદ ) ને પોતાની ટાટા મેજીક ગાડી નંબર જીજે રર એચ ૩ર૧૪ મા છ પેસેન્જરો બેસાડી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામા નો ભંગ કરતા આમલેથા પીએસઆઇ બી.આર. પટેલે ગુનો દાખલ કર્યો હતો

(10:40 pm IST)