ગુજરાત
News of Sunday, 9th May 2021

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની શ્રેષ્‍ઠ સારવાર માટે મહેસુલમંત્રી કૌશિકભાઇ પટેલે પાંચ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન ફાળવ્‍યા

લોકોને ઘરે ઓકિસજન સુવિધા મળી રહે તે માટે સુવિધા વધારાઇ વધુ જરૂરીયાત માટે વધુ ઓકિસજન મશીન ફળાવવા પણ તત્‍પરતા દર્શાવાઇ : ડીપોઝીટ વગર વિનામૂલ્‍યે સુવિધા અપાશે

અમદાવાદ : કોવિડ ૧૯ ની સાંપ્રત પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને સારામાં સારી સારવાર અને સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.

અમદાવાદના નારણપુરા વિધાનસભા મતવિસ્તારના સાંસદ શ્રી,ધારાસભ્યશ્રી  અને ભાજપા પરિવાર દ્વારા પાંચ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વસાવવામાં આવ્યા છે.જેને આજે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અર્પણ કર્યા છે.

 

જરૂરરત મંદ કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે, ડિપોઝિટ વિના આનો લાભ લઇ શકશે  તેમ જણાવી મંત્રીશ્રી એ કહ્યુ હતું કે વર્તમાન સમયમાં કોરોનાની આ કઠીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ઓક્સિજનની ખુબ જ જરૂરિયાત છે, તેથી લોકોને ઘરમાં જ ઓક્સિજનની સુવિધા મળી રહે તેથી આ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં જરુર પડે ત્યારે બીજા ઓક્સિજન મશીન યુનિટ પણ વધારવામાં આવશે તેમ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું.

 

જરૂરિયાતમંદ વ્યક્તિને લોકસેવા પૂરી પાડવા માટે ૨૪ કલાક દરમિયાન ગમે ત્યારે ફોન કરીને આ મશીન વિનામૂલ્યે ઉપયોગ કર્યા બાદ પાછા આપવાની શરતે મેળવી શકશે.કોઈપણ વ્યક્તિએ ઓક્સિજન મશીન મેળવવા માટે ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, દર્દી અને મશીન લેવા આવનારનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવાના રહેશે. અને તેઓએ નારણપુરા વિધાનસભા કાર્યાલય-૧,  ઇન્દ્રજીત સોસાયટી, કામેશ્વર સર્કલ,ખાતે સંપર્ક કરવાનો રહેશે.

(3:59 pm IST)