ગુજરાત
News of Sunday, 9th May 2021

"ભાઈ,ભગવાન અને ભાગીદાર સાથે દગો કરનાર કદી સુખી થતો નથી."-પ્રફુલભાઈ શુક્લ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ભરતજીનું ચરિત્ર ભાતૃભાવનું ભાષાંતર છે , ત્યાગ , પ્રેમ અને સમર્પણ નું મુર્તીમંત સ્વરૂપ ભરતજી છે , ભાઈ-ભાઈ વચ્ચે કેવો ભાવ હોવો જોઈએ એ સંસારને ભરતજી એ બતાવ્યું છે બાકી ભાઈ-ભગવાન અને ભાગીદાર સાથે દગો કરનારો કદી સુખી થતો નથી."ઉપરોકત શબ્દો આજે મેવાડા બ્રાહ્મણસમાજ ઍકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ફેસબુક ઓનલાઈન રામકથામાં આજે પ્રફુલભાઈ શુક્લ એ ઉચ્ચાર્યા હતા.રાજેન્દ્ર ગજાનન પટેલ ઉમિયાબા પરિવાર ભીલાડ દ્વારા ટેલીફોનિક સઁકલ્પ લઈને આજે સાતમાં દિવસનું પૂજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પ્રજાપતિ વલસાડ દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતું.દિવ્યેશભાઇ હરેશભાઇ શર્મા (ધનોરી) દ્વારા ટેલીફોનિક સઁકલ્પ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.આવતીકાલે સોમવારે રામેશ્વર પૂજા સાથે કર્મકાંડી બ્રાહ્મણોને અનાજની કીટ્સ વિતરણ સાથે દરેક ભુદેવો દ્વારા યજમાનોને વેકસીન લેવી જ જોઈએ એવી સમજણ આપીને જનજાગૃતિ અભિયાન નો આરંભ કરવામાં આવશે.પ્રો.ભાર્ગવ દવે દ્વારા હનુમાનજીને લંગડેજી મહારાજ કેમ કહેવાય છે ? પ્રશ્ન પુછાયો હતો .જેનો પ્રફુલભાઈ શુક્લ એ સવિસ્તાર વર્ણન કરીને ઉત્તર આપ્યો હતો

(12:11 pm IST)