ગુજરાત
News of Sunday, 9th May 2021

વિરમગામના કાયલા ગામ પાસેથી પડી ગયેલ દાગીના સહિત રોકડ ભરેલ પાકીટ શોધીને સરપંચે પરત કર્યુ

રાણાગઢ ગામના મજુરી કરી જીવન ગુજારતા શિવરામભાઈ મેઘાભાઈ પઢારનુ કાયલા ગામ પાસે પાકીટ પડી ગયું હતું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :હાલના આ કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં રાણાગઢ ગામના મજુરી કરી જીવન ગુજારતા શિવરામભાઈ મેઘાભાઈ પઢાર કાયલા ગામ પાસે થી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમના બાઈક ઉપરથી રૂપિયા ૩૮,૦૦૦/- અને થોડા દાગીના ભરેલુ પાકીટ પડી ગયું હતું. તેની જાણ થતાં તેઓએ કાયલા ગામ ના સરપંચ કમરૂદ્દીનભાઈને એમના ઘરે જઈને જાણ કરી હતી. આથી કમરૂદ્દીનભાઈએ સ્પીકરમાં જાહેરાત કરાવી જાતે ગામમાં તપાસ કરીને રૂપિયા ભરેલું પાકીટ શોધીને તેમને બોલાવીને પાછું અપાવતા ગરીબ માણસના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી. (તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(10:58 am IST)