News of Sunday, 9th May 2021
ગરૂડેશ્વર મેઇન બજારમાં સલૂન ખોલી જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના બજારમાં વાળ કાપવાની દુકાન ખોલી જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં કોરોના વાઇરસ કોવિડ -૧૯ ના સંક્રમણને લઈને રાજ્યમાં લોક ડાઉન લાગુ હોય જેમાં તા .૦૫ મેં થી તા .૧૨ મેં સુધી નર્મદા માં પણ જાહેરનામું અમલમાં હોવા છતાં ભોલે હેર સલુનનુ નામની દુકાન ખોલી જાહેર નામાનો ભંગ કરનાર રવિભાઇ ગોપાલભાઇ ભાટીયા સામે ગરુડેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:38 pm IST)