ગુજરાત
News of Sunday, 9th May 2021

રાજીવવન પાસે રિક્ષામાં 09 પેસેન્જરો બેસાડી જનાર ચાલક સામે કેવડીયા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રિક્ષામાં વધુ મુસાફરો બેસાડી જાહેરનામા નો ભંગ કરતા ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.
  મળતી માહિતી મુજબ કેવડીયા રાજીવવન પાસે જાહેર રોડ ઉપર પોતાની ઓટો રીક્ષા મા ૦૯ પેસેંજર બેસાડી  રોગચાળો ફેલાય તેવુ કૃત્ય કરી મે જીલ્લા મેજીસ્ટ્રેટ સા નર્મદા નાઓના જાહેરનામાનો ભંગ કરી પકડાઇ જનાર  નાજીરહુસેન મહમદહુસેન મકરાની (રહે જેતપુર ગામ તા.ગરૂડેશ્વર) સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો..

(10:35 pm IST)