ગુજરાત
News of Thursday, 9th May 2019

વડોદરા જિલ્લાના પીવાના પાણીની સમસ્યાઓ અને તેના નિકાલ માટેની સમીક્ષા બેઠક યોજાઇ

અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવાનું જણાવતા જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરા

વડોદરા :જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા પીવાના પાણીની સમસ્યાઓ અને તેના નિકાલ અર્થેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લાના પીવાના પાણીના પ્રશ્નો અંગેની બેઠક યોજાઇ હતી. વડોદરા જિલ્લામાં પીવાના પાણી સંબંધિત આયોજન અને તે માટેની કામગીરી માટે હાથ ધરવામાં આવેલા પગલાઓ વિશેની વિગતો જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાએ કલેકટર કચેરી ખાતેની બેઠકમાં મેળવી હતી.

 જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાએ બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાr અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્ર હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લઇ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા ભારપૂર્વક જણાવ્યું હતુ.

  તેમણે વધુમાં કહ્યુ કે, પીવાના પાણીનો પ્રશ્ન કોઇ વિસ્તાર કે સ્થળ પર ઉપસ્થિત થઇ શકે તેમ હોય તેવી સંભાવનાઓથી અવગત રહી રાહ જોયા વિના એકશન પ્લાન સહિતની તૈયારી કરી સક્રિય રહેવું જરૂરી છે.

(11:05 pm IST)