ગુજરાત
News of Friday, 9th April 2021

કાલથી અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં નહિ મળે રેમડેસીવીર ઇન્જેક્શન : સ્ટોક તૈયાર થયે ફરીથી લોકોને ઇન્જેક્શન આપશે

હાલ યુદ્ધના ધોરણે કામ ચાલુ : તુરંત જ સ્ટોક તૈયાર થવાની આશા

અમદાવાદ : રાજ્યની વિખ્યાત ઝાયડસ કંપની જે રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે તેને કંપનીની હોસ્પિટલ પરથી કાલથી રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું બંધ કરવા જાહેરાત કરી છે હાલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ નહિ હોવાનું કારણ જણાવ્યું છે અને જે જરૂરિયાત છે તે માટે હાલ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે અને તુરંત જ સ્ટોક તૈયાર કરવા ઉમેર્યું છે સ્ટોક ઉપલબ્ધ થયેથી ફરી રેમડેસીવીર ઇન્જેક્શન અપાશે અને નવી જાહેરાત કરાશે

   અત્રે કંપનીએ તેની ઝાયડસ હોસ્પિટલ ખાતે ૫ એપ્રિલથી ૧૨ એપ્રિલ સવારે ૮ થી સાંજે ૮ સુધી જરૂરિયાત હોય તેવા લોકોને રૂ.૮૯૯માં ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી હતી અને આજ સુધી હજારો દર્દીઓને ઇન્જેક્શન મળ્યા પણ છે, પરંતુ હવે સ્ટોક ખતમ થઈ જવાથી જાહેરાત કરવી પડી છે.

(11:44 pm IST)