ગુજરાત
News of Friday, 9th April 2021

રાજપીપળામા સગીર યુવતીની યુવાને છેડતી કર્યાની ફરિયાદ બાદ યુવાનને પણ માર માર્યો હોવાની સામી ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા રાજપીપળા નગર ના એક વિસ્તાર મા રહેતી સગીર વય ની દીકરી ને એનાજ વિસ્તાર મા રહેતો યુવક રસ્તે આવતા જતા અભદ્ર ઈશારા કરી છેડતી કરતો હોવાની યુવતીના માતા-પિતાએ યુવક સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાદ તેની અટક અને છુટકારો પણ થયો પરંતુ આ ફરીયાદ માં યુવક ધ્રુવીક પ્રમોદભાઈ પટેલ એ સામે ફરિયાદ આપી તેમાં જણાવ્યા મુજબ તેને રસ્તામાં રોકી સામેવાળા એ લાફા માર્યા હતા જેથી રાજપીપળા પોલીસે તેમાં એન.સી.દાખલ કરી છે.
જેમાં ધ્રુવીક પટેલ ના જણાવ્યા મુજબ એ પોતાની દુકાન પરથી કાળકા માતાના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે તેને સામેવાળાએ રસ્તામાં રોકી બાઇકની ચાવી કાઢી લઇ લાફા મારી સગીરા એ તેના ઘરના ને ફોન કરી બોલાવી ત્રણ જણ એ ભેગા મળી અમારી છોકરી ને કેમ હેરાન કરે છે.?તેનો પીછો કેમ કરે છે તેમ કહી મૂંઢ માર માર્યો હતો.આમ આ યુવકની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે એન.સી.દાખલ કરી છે.

(10:59 pm IST)