ગુજરાત
News of Friday, 9th April 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેડ 1200 બેડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર માટે સુચારૂ વ્યવસ્થાપન : કોરોના ગ્રાસ્થ દર્દીઓ સાથે તેમના સ્વજનો વાતચીત કારી શકે તે માટે હેલ્પ ડેસ્કમાં વિડિઓ અથવા ઓડિયો કોલિંગ હેલ્પલાઇન નંબર : 94097 66908 વોર્ડમાં સવાર ના ભાગે કોરોના ગ્રાસ્થ દર્દી માટે સામાન પોહચડવા કપડાં સૂકો નાસ્તો વગેરે પોહચડવા ઇચ્છિતા દર્દીઓ માટે વાયવસ્થા : માત્ર દર્દીઓ નહીં પરંતુ દર્દીઓના સ્વજનોની જરૂરિયાતો ધ્યાને લેતું તંત્ર

અમદાવાદ:સિવિલ હોસ્પિટલની કોરોન ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર માટે તંત્ર દ્વારા હેલ્પડેસ્ક સહિત સુચર વાયવસ્થા ગોઠવવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે હેલ્પ ડેસ્કમાં દર્દીના સગાને વીડિયો કોલિંગ અને ઓડિયો કોલિંગના મારફતે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાત કરાવવામાં આવે છે.

સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી માટે સામાન જેવા કે કપડા, સૂકો નાસ્તો વગેરે પહોંચાડવા ઇચ્છુક દર્દીના સગાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન આ તમામ પ્રકારના સામાન સ્વીકારવામાં આવે છે.

ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264 પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી રહે તે માટેની વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.આમ, સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.

(8:03 pm IST)