ગુજરાત
News of Friday, 9th April 2021

ગાંધીનગરના સે-21માં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવાને વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર: શહેર ની એક હોટલમાં વર્ષ ર૦૧૮ દરમ્યાન રીસેપ્શનીસ્ટ તરીકે ફરજ બજાવતી અમદાવાદની યુવતિને આજ હોટલમાં કામ કરતાં યુવાન સુરેશ કાંતિલાલ વાઘેલા રહે.૧૪/૧પ, ઔડાના મકાન, જીઆઈડીસી સે-રપ સાથે સંપર્ક થયો હતો અને આ યુવાન યુવતિ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ તેણીને ગાંધીનગરની સે-૧૬માં આવેલી પૂર્ણિમા ગેસ્ટહાઉસમાં લઈ જઈ તેના નગ્ન ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અન્ય હોટલોમાં લઈ જઈને પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જો કે છેલ્લા થોડા સમયથી આ યુવાને યુવતિ સાથે સંપર્ક કાપી નાંખ્યો હતો. આ યુવતિ સુરેશ સાથે વાત કરતી હતી ત્યારે તેના માતાપિતાને ખબર પડી ગઈ હતી અને તેને ઘરે મળવા માટે પણ બોલાવ્યો હતો. જયાં તેણે લગ્ન કરવાની વાત પણ કરી હતી. જો કે ત્યારબાદ આ યુવતિ દ્વારા સુરેશનો સંપર્ક કરાતા તેણે વાત કરવાનું ટાળ્યું હતું અને રૃબરૃ મળ્યા બાદ તેના ફોનમાંથી એક નંબર યુવતિએ મેળવી લીધો હતો જે નંબર ઉપર ફોન કરતાં સામે રહેલી યુવતિએ કહયું હતું કે તેની સગાઈ સુરેશ સાથે થવાની છે. જેના પગલે આ યુવતિના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ તો તેની ફરીયાદના આધારે સે-ર૧ પોલીસે યુવાન સુરેશ વાઘેલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. 

(5:11 pm IST)