News of Friday, 9th April 2021
વડોદરાના દિવાળીપુરામાં પાર્કિંગ બાબતે થયેલ તકરારમાં યુવાનને ઢોરમાર મારનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરાઃ શહેરના દિવાળીપુરાની સોસાયટીમાં પાર્કિંગ બાબતે તકરાર થતાં મહેમાન થઇને આવેલા યુવકને માર મારવાનો બનાવ બન્યો છે.
સંપતપાર્કમાં રહેતા રવિભાઇ જાનીએ પોલીસને કહ્યું છે કે,તા.૬ઠ્ઠીએ સાંજે મારી બેન અને બનેવી મારે ઘેર મળવા આવ્યા હતા ત્યારે અરવિંદ વાળંદે કાર પાર્કિંગ કરવા બાબતે તકરાર કરી હતી.
તેણે બાઇક માટે જગ્યા નથી રાખી તેમ કહી બેફામ ઉચ્ચારણો કરતાં મારા બનેવી કેયુરકુમારે કાર નડે તેમ નથી અને હમણાં હું જઇ જ રહ્યો છું..તેમ કહ્યું હતું.જેથી અરવિંદભાઇએ તેને માર માર્યો હતો.ગોત્રી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
(5:10 pm IST)