ગુજરાત
News of Friday, 9th April 2021

બગોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર પ્રતિબંધિત સિગરેટનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડયો

 અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન સાણંદ હાઈવે પર પાન પાર્લરમાંથી ગેરકાયદેસર પ્રતિબંધીત સીગારેટનું વેચાણ કરતાં એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત સીગારેટ તેમજ તમાકુની બનાવટનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવની સુચનાથી ગ્રામ્ય એસઓજી પીઆઈ ડી.એન.પટેલ તથા પીએસઆઈ એમ.જી.પરમાર, એન.એલ.દેસાઈ સહિતના સ્ટાફે પટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ઉલારીયા ચાર રસ્તા અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલ સનાથલ પાન પાર્લરમાં ગેરકાયદેસર સીગારેટ સહિતની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં એક શખ્સ ધર્મેન્દ્ર બબ્બન વિશ્વકર્મા હાલ રહે.રેડી તળાવ થલતેજ મુળ રહે.યુપીવાળાને અલગ-અલગ ત્રણ બ્રાન્ડની ઈંગ્લીશ બનાવટની સીગારેટોના કુલ પેકેટ નંગ-૧૪ કિંમત રૂા.૧,૭૪૦ના મુદ્દામાલ સાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(5:09 pm IST)