ગુજરાત
News of Friday, 9th April 2021

તાપીમાં વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચનું કોરોનાથી નિધન

તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી

તાપી : દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તાપીમાં વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું છે. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકાનું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે.

(11:21 am IST)