ગુજરાત
News of Friday, 9th April 2021

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો : સરકાર દ્વારા મહત્‍વની જાહેરાત : સોલા સિવિલ અસારવા સિવિલ SVP હોસ્‍પીટલમાં ર૪ કલાક રેમડીસિવીર ઇન્‍જેકશન મળશે

અમદાવાદ: અમદાવાદમાં કોરોના કેસમાં વધારો. સરકાર દ્વારા મહત્‍વની જાહેરાત કરવામાં આવી છે.  સોલા સિવિલ અસારવા સિવિલ SVP હોસ્‍પીટલમાં ર૪ કલાક રેમડીસિવીર ઇન્‍જેકશન મળશે તેમ જણાવાયું છે. વધુ વિગતે જોતા  શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા તથા  તેમજ કોરોના દર્દીઓમાં ઓક્સિજન ઘટવાના ગંભીર લક્ષણો પણ દેખાઇ રહ્યા છે. ખુબ જ ઝડપી વધી રહેલી કોરોના દર્દીઓની સંખ્યાના કારણે ઇન્જેક્શનની ખૂબ જ અછત ઊભી થઈ છે જેથી દર્દીઓના સગાઓને લાઇનોમાં ઊભા રહેવું પડે છે તેમજ દોડા દોડી પણ કરવી પડે છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ત્રણ હોસ્પિટલોમાં ઇન્જેક્શન મળી રહેશે તે માટેની જાહેરાત કરી હતી. જેમાં સોલા સિવિલ, અસારવા સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલને નક્કી કરવામાં આવી હતી.

જે અનુસાર એસ વી પી હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ જથ્થા અનુસાર રેમડીસિવિર ઇન્જેક્શન આપવાના શરૂ કરવામાં આવ્યા છે . જે દર્દીઓને ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય છે, તેમને ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના ડોક્યુમેન્ટ લઈને હોસ્પિટલમાં જવાનું રહેશે. જેમાં દર્દીને જે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ હોય તે હોસ્પીટલના લેટરપેડ, તેમજ દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ, તેમજ ડોક્ટર ના પ્રિસ્ક્રીપ્સન લઈને હોસ્પિટલના નિયત કર્મચારી અથવા પ્રતિનિધિએ એસવીપી હોસ્પિટલમાં આવીને ઇન્જેક્શન લેવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમઓયુ કરવામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પણ જો કોઈ દર્દીને ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય તો સોલા સીવીલ, અસારવા સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલ ને નક્કી કરવામાં આવી હતી.

અનેક સામાન્ય લોકોને સરકાર તરફથી મળતા ઈન્જેક્શન ક્યાં મળે છે, તેનો ખ્યાલ હોતો નથી જેથી કાળાબજારીયાઓ ફાયદો ઉઠાવી જતા હોય છે. તેથી અમે તમને જણાવી દઈએ કે, સરકારી ધારાધોરણે ઈન્જેક્શન મેળવવા માટે સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી ડોક્ટર હિરેન વોરાનો (9825175560) સંપર્ક કરવો તેમજ રાતના 9 થી સવારના 9 વાગ્યા સુધી ગણેશ રાજપૂત (9327535626) નો સંપર્ક કરવાનો રહેશે.

(10:42 pm IST)