ગુજરાત
News of Friday, 9th April 2021

રાજપીપળા ગાર્ડનમાં કેબીન ચાલુ રાખી દસથી વધુ લોકો ભેગા કરનાર વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય પોલીસ આ બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક બની હોય ગતરોજ મુખ્ય ગાર્ડન માં એક વેપારી વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ગાર્ડન માં કેબીન ધરાવતા પપ્પુ ભગતસીંગ રાઠોડ (રહે. ચંન્દ્રવિલા સોસાયટી રાજપીપળા) એ ગે.કા.રીતે પોતાની ખાણી પીણી દુકાન શ્રી પશુપતિનાથ કેબિન ચાલુ રાખી દસથી વધારે માણસો ભેગા કરી જાહેરમાં વધુ માણસો ભેગા કરવા અંગેના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવા બદલ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:15 pm IST)