ગુજરાત
News of Friday, 9th April 2021

ડેડીયાપાડા અંબે માતાના મંદિર પાછળ આંકડા લખનાર એક શખ્સ ને રૂ.1530 સાથે ઝડપી પાડતી LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા એલસીબી ટિમેં ડેડીયાપાડા ખાતેથી આંકડા લખતા એક શખ્સ ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા એલસીબી ટીમે ડેડીયાપાડા અંબે માતાના મંદિર ની પાછળ જશવંતભાઇ જેસીંગભાઇ વસાવા( રહે. કોમદવાવ તા.ડેડીયાપાડા) ગે.કા રીતે આંક ફરકના આંકડાઓ લખતો હોય તેની અંગ ઝડતીના રોકડા રૂ.૧૫૩૦ તથા આંકડા લખવાના સાહિત્ય સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:16 pm IST)