ગુજરાત
News of Friday, 9th April 2021

બારડોલીના ઉમરાખ ગામની ઘટના : ઓકિસજનના અભાવે કોરોના દર્દી બહેનનું મૃત્‍યુ પરિવારજનોમાં આક્રોશ

સુરત : બારડોલીના ઉમરાખ ગામની ઘટના સામે આવી છે. ઓકિસજનના અભાવે કોરોના દર્દી બહેનનું આક્રો જોવા મળ્યા હોવાનું જાણવા મળેલ છે.

અંગે વધુ વિગત જોઇ તો ૧ એપ્રિલના રોજ જ્યોતિબેન મનસુખ વસાવા નામની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમને સારવાર માટે ઉમરાખ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૬ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે જ તેમના સ્વજનોએ તેમની સાથે વાત કરી હતી. જેમાં જ્યોતિબેનને પરિસ્થિતિ સારી હતી. પરંતુ અચાનક બપોરે જ્યોતિબેનના મોતના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ઓક્સિજનના અભાવે જ્યોતિબેનનું મોત થયુ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજન નહિ હોવા છતાં , કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે સુધી પરિસ્થિતિ સામાન્ય હોવાનું અમને જણાવાયું હતું. ત્યારે ઓક્સિજન ખલાસ થઈ ગયો છતાં સ્ટાફ દ્વારા પરિવારના કોઈ સદસ્યને કેમ જાણ કરવામાં ન આવી. ત્યારે હોસ્પિટલના ચીફ ડોક્ટર પણ ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો હતો.

(9:41 pm IST)