ગુજરાત
News of Friday, 9th April 2021

BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે: ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ એએમસીનો મોટો નિર્ણય

વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે તેવો નિર્ણય લેવાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધી રહેલા ટ્રાફિકને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આજે સ્ટેન્ડિગ કમિટિમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરનીજનોમાં રાહત જોવા મળશે.

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરનીજનોમાં રાહત જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જાણ કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નેહરુબ્રિજ સમારકામ માટે છેલ્લા અનેક દિવસથી બંધ છે જેના કારણે એલિસબ્રિજથી સારંગપુર તરફ જવાના રોડ પર ખૂબ જ ટ્રાફિક થતો હતો. રોડ પર BRTS ટ્રેક હોવાથી ટ્રાફિકમાં વધારો થતો હતો જવા દૂર કરવા આજે સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા બાદ તિલકબાગથી સારંગપુર સર્કલ સુધી તમામ વાહનો BRTS રૂટમાં પણ ચાલે તેનો નિર્ણય લેવાયો હતો જેથી લોકોને ટ્રાફિકમાં અગવડ ન પડે.

જો કે, હાલ કોરોના મહામારીના કારણે શહેરમાં 18 માર્ચથી BRTS અને AMTSની બસ સેવાઓ બંધ કરવામાં આવી છે જેથી BRTS અને AMTSના રસ્તાઓ હાલ બંધ રાખવામાં આવ્યા છે. BRTS બસો બંધ થતાં શહેરમાં લોકોએ અવરજવર માટે અન્ય વાહનોનો ઉપયોગ કર્યો છે. એટલે અન્ય વાહનોની સંખ્યા વધી છે. અગાઉ BRTS અને AMTS બસ સેવા ચાલુ હતી ત્યારે ટ્રાફિક જામ તો થતો જ હતો, પરંતુ હાલ BRTS/AMTS બસો બંધ હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત જ છે.

(9:43 pm IST)