ગુજરાત
News of Friday, 9th April 2021

પ્રેમિકાને સંબોધીને વીડિયો બનાવી વિદ્યાર્થીનો આપઘાત

પ્રેમમાં દગાની ઘટનાઓ સાવ જ સામાન્ય બની : બાલાસિનોરની ઘટનામાં યુવકે પ્રેમિકાને સંબોધીને વીડિયો બનાવી કહ્યું, મેં તને સાચો પ્રેમ કર્યો, તેં મને દગો આપ્યો

મહીસાગર, તા. ૮ : પ્રેમમાં દગો મળવો સામાન્ય બની ગયો છે. ત્યારે પ્રેમમાં પાગલ લોકો આત્મહત્યા જેવું પગલું ભરે છે ત્યારે અમદાવાદમાં આઈ લવ યુ નિખીલ લખીને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, મહિસાગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મહિસાગરના બાલાસિનોરમાં એમબીબીએસના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના એક આશાસ્પદ યુવકે અંતિમ વીડિયો બનાવી અને નર્મદા કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.

જોકે, આપઘાત કરતા પહેલાં એમબીબીએસના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે 'મેં તને ટ્રૂ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચલ્લ આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું. આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે પરિવારે પોતાનો વ્લસોયો ગુમાવ્યો છે. પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ કે જે ફિલીપાઈન્સ ખાતે એમબીબીએસમાં અભ્યાસ કરે છે અને રજાઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી વતનમાં બાલાસિનોર આવ્યો હતો.

ગત તારીખ ૫ એપ્રિલના રોજ પ્રેમમાં દગો મળ્યો હોવાથી સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં ઝંપલાવતા પહેલાં વીડિયો બનાવી મિત્ર વર્તૂળમાં સેન્ડ કરી ગળતેશ્વર ગામ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી તેણે મોત ને વહાલું કર્યું છે. મૃતક હર્ષિલે કેનાલ માં ઝંપલાવતાં પહેલાં પ્રેમિકાને પોતાના સાચા પ્રેમની વેદનાના સંદર્ભણાં જણાવ્યું હતું કે ' બાય, લવ યુ, સો મચ, મેં તને સાચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો. એક વર્ષ થી તારો બીજા જોડે સબંધ છે તે મને કહ્યું પણ નહીં' આમ પ્રેમમાં પાગલ બનેલા હર્ષિલે પોતાના સાચા પ્રેમની વેદના સાથે ૧૧ સેકન્ડનો વીડિયો બનાવી પોતાના મિત્ર વર્તુળમાં વીડિયો સેન્ડ કરી જિંદગીને અલવિદા કહી ગયો.

(9:05 pm IST)