ગુજરાત
News of Thursday, 9th April 2020

રાજપીપળાના અને હાલ વડોદરા આઈબીમાં ફરજ બજાવતા મુકેશ નેગીને આવેલો વિચાર કોરોના લડતમાં રંગ લાવ્યો

મુકેશ નેગીના આ કોન્સેપ્ટને આખરે "ડીશ ઇન્ફેક્શન સાવર યુનિટ" ના સ્વરૂપે આજે આ યુનિટ પોલીસ કમિશનર ,વડોદરા શહેરનાઓની કચેરીએ પોલીસ અને પ્રજા માટે કાર્યરત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી Covind-19 @ કોરોના ભારત દેશ સહિત ગુજરાતમાં પણ વાયુવેગે પ્રસરી રહેલ હોય ત્યારે કોરોના વાયરસને રોકવા માટે ખાસ કરીને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ કે જેઓ સતત પ્રજાની વચ્ચે તેમજ સંભવિત કોરોના પોઝિટિવ વ્યક્તિઓ સાથે પણ સંપર્કમાં આવતા હોય છે.
 આવી મહામારી સમયે રાજપીપળાના અને હાલ વડોદરા સી.આઈ.ડી.આઈ.બી.ના આસી.ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ નેગીને એક વિચાર આવ્યો કે આવી મહામારીના સમયે આ બંને વિભાગના એક પણ વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગે તો તેઓને પોતાની કામગીરીથી દૂર રહેવાની ફરજ પડે અને તેમના પરિવારો પણ વાઈરસની લપેટમાં આવી શકે જેથી મારા વિચારને GOOGLE માં સર્ચ કરી, મારા પુત્રની મદદથી એક રફ ડિઝાઇન બનાવડાવી આ ડિઝાઇન અંગે મેં મારા મિત્રને મારા કોન્સેપ્ટ વિશે અવગત કરતા તેનો હકારાત્મક જવાબ મળતા વડોદરા શહેર પોલીસના અધિકારીઓનો સંપર્ક કર્યો, પરિણામે મારા આ કોન્સેપ્ટ ને અંતમાં "ડીશ ઇન્ફેક્શન સાવર યુનિટ" નો સ્વરૂપ મળ્યો અને આજે આ યુનિટ પોલીસ કમિશનર ,વડોદરા શહેર ની કચેરીએ પોલીસ અને પ્રજા માટે કાર્યરત થયેલ છે.
મુકેશભાઈના આ વિચારને તેની મંઝિલ સુધી પહોંચાડતા અને કોરોનાના વાયરસ સામે "હું સ્વસ્થ તો,મારું ગુજરાત સ્વસ્થ "ના સંકલ્પને સાર્થક થતા તેમને ખૂબ આનંદ અનુભવ્યો હતો.અને આ કોન્સેપ્ટ માં તેમને મદદ કરનાર પોલીસ અધિકારી તેમજ સાથી મિત્રોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

(10:14 pm IST)