ગુજરાત
News of Thursday, 9th April 2020

લોકડાઉનના ૧૬માં દિવસે પુરતો શાકભાજીનો આવરો

૪૬.૫૪ લાખ લીટર દૂધનું વિતરણ કરાયું : ૧૯,૫૬૯ ક્વિન્ટલ ફળફળાદીની આવક : રાજ્યભરમાં જરૂરિયાતવાળા લોકો સુધી ફુડ પેકેટોનું કરાયેલું વિતરણ

અમદાવાદ, તા. : કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે લોકડાઉનનો દોર ચાલી રહ્યો છે. સમગ્ર ભારત અને ગુજરાતમાં લોકડાઉનના આજે ૧૬માં દિવસે પણ લોકોને રૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે તમામ વિગતો પુરી પાડી હતી. નાગરિક પુરવઠાની સ્થિતિ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુરુવારે ૧૯૩.૩૪ લાખ લીટર દૂધની આવક થઇ છે જ્યારે ૪૬.૫૪ લાખ લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. ૯૨૬૬૯ ક્વિન્ટલ શાકબાજીનો આવરો થયો છે જેમાં ૨૬૨૪૦ ક્વિન્ટલ બટાકા, ૧૨૪૦૭ ક્વિન્ટલ ડૂંગળી, ૯૧૬૧ ક્વિન્ટલ ટામેટા, ૪૪૭૫૯ ક્વિન્ટલ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે.

        ફળફળાદીની આવક ૧૯૫૬૯ ક્વિન્ટલ થાય છે. મુખ્યમંત્રીના સચિવે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં હજુ સુધીમાં ૭૩૦૦૩૦૦૦ ફુડ પેકેટોનું રૂરિયાતવાળા લોકો સુધી વિતરણ કરવામાં આવ્યું છે. જીવન રૂરી ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સમગ્ર રાજ્યમાં હજુ સુધીમાં પરેશાનીનો સામનો કરતા લોકોને સુવિધા આપવામાં આવી રહી છે. જીવન રૂરી ચીજવસ્તુઓ પહોંચાડતા ફેરિયા, નાના વેપારીને અવરજવર માટે બે લાખ ૮૮ હજાર પાસ ઇશ્યુ કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે, હેલ્પલાઈન ૧૦૭૦ પર હજુ સુધી ૫૨૮૧ અને જિલ્લા હેલ્પલાઈન ૧૦૭૭ પર ૨૪૩૩૧ કોલ મળ્યા છે. કોલ મેડિકલ સર્વિસ, દવાઓ, નાગરિક સુવિધાલક્ષી બાબતો, દુધ વગેરેના પુરવઠા સંદર્ભે મળ્યા છે. સંબંધમાં તંત્ર વાહકોએ રૂરી કાર્યવાહી પણ કરી છે. ગુજરાતમાં લોકડાઉનનો ગાળો હાલ ચાલી રહ્યો છે ત્યારે એક પછી એક કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે. લોકોને તકલીફ પડે તેની કાળજી લેવામાં આવી રહી છે.

લોકડાઉનમાં વ્યવસ્થા....

લોકડાઉનમાં રૂરી પુરવઠો અકબંધ

અમદાવાદ, તા. : લોકડાઉનના ૧૬માં દિવસે સરકાર જોરદાર એક્શનમાં દેખાઈ હતી. ૧૬માં દિવસની સ્થિતિની વિગતો નીચે મુજબ છે.

દૂધનું વિતરણ

૪૬.૫૪ લાખ લીટર

શાકભાજી આવરો

૯૨૬૬૯ ક્વિન્ટલ

ફળફળાદીનો આવરો

૧૯૫૬૯ ક્વિન્ટલ

બટાકાનો આવરો

૨૬૨૪૦ ક્વિન્ટલ

ડુંગળીનો આવરો

૧૨૪૦૭ ક્વિન્ટલ

ટામેટાનો આવરો

૯૧૬૧ ક્વિન્ટલ

અન્ય લીલાશાકભાજીનો આવરો

૪૪૮૫૯ ક્વિન્ટલ

સફાઈ કર્મીઓ સક્રિય

૪૦૦૦૦

સુપર માર્કેટને હોમ ડિલિવરીની મંજુરી

૮૬૭

વાહનોને અવરજવરની મંજુરી

૩૫૧૧

કરિયાણા સ્ટોર કાર્યરત

૧૬૦૪૩

પેટ્રોલ પંપ કાર્યરત

૮૪૮

ફુડ પેકેટોનું વિતરણ

૭૩ લાખ ૩૦ હજાર

અવરજવર માટે પાસ ઇશ્યુ

લાખ ૮૮ હજાર

(9:12 pm IST)