ગુજરાત
News of Thursday, 9th April 2020

તબલીગી જમાતના વધુ લોકો ૧૧ લોકોની થયેલી ઓળખ

અમદાવાદ,તા. : અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તબલીગી જમાતના ૧૨૭ લોકોની ઓળખ થયા બાદ બીજા ૧૧ લોકોની ઓળખ કરવામાં આવી છે. સંદર્ભમાં આજે માહિતી આપવામાં આવી હતી. બીજી બાજુ કાળુપુર હજ હાઉસ ખાતે હંગામી ક્વોરનટાઈન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે જેમાં તલબીગીના લોકોને રખાશે. હાલ સમગ્ર શહેરમાં ૧૪ વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન છે. દરમ્યાન અમદાવાદમાં લોકડાઉનના અમલ અંગે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, શહેરના કુલ ૧૪ વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટીન છે. આજે તબલીગે જમાતના વધુ ૧૧ લોકોની ઓળખ થઈ છે. શહેરના ત્રણ આઈસોલેશન સેન્ટર પર એક પીએસઆઈ અને ચાર પોલીસ કર્મી છે.

        પોલીસ કમિશનરે જણાવ્યું કે, તબલીગે જમાતના ઓળખ કરાયેલા લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો, કવોરન્ટાઇન કરાયેલા તમામ લોકો પર નજર રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા એક ખાસ એપ વિકસાવવામાં આવી છે અને તેના મારફતે કવોરન્ટાઇનમાં રખાયેલા લોકો પર ઓનલાઇન સતત બાજ નજર રખાઇ રહી છે. જો તેઓ કવોરન્ટાઇનનો ભંગ કરે તો તરત તેઓની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. દરમ્યાન શહેર પોલીસની ઉપરોકત કામગીરીની સાથે સાથે અમ્યુકો અને સ્થાનિક આરોગ્ય તંત્રની મદદથી શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા હજ હાઉસ ખાતે હંગામી કવોરન્ટાઇન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે, જયાં તબલીગે જમાતવાળા ૪૬ લોકોને રાખવામાં આવ્યા છે અને તેમની પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(9:08 pm IST)