ગુજરાત
News of Thursday, 9th April 2020

અમદાવાદમાં વધુ 8 કેસ અને પાટણમાં 7 સહીત વધુ 21 કોરોના પોઝિટિવ ઉમેરાયા : કુલ કોરોના સંક્રમિતની સંખ્યા 262એ પહોંચી

માત્ર અમદાવાદમાં 142 કોરોના દર્દીઓ :262 કેસ પૈકી લોકલ ટ્રાન્સમિશનના 197 કેસ છે,

ગાંધીનગરઃ રાજ્યમાં શંકાસ્પદ લોકોનાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારાતા હવે પોઝિટિવ દર્દીઓની સંખ્યાં વધી રહી છે, વધુ 21 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે, પાટણમાં નવા 7 કેસ ઉમેરાયા છે, અમદાવાદમાં સવારે 50નો આંકડો હતો, જે વધીને 58 થયો છે, શહેરમા દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર સહિતના કોટ વિસ્તારોમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે.

વડોદરામાં 4 અને રાજકોટમાં 2 કેસ નોંધાયા છે, સવારે આણંદમાં 1, દાહોદમાં 1, છોટાઉદેપુરમાં 2 અને સુરતમાં 2 કેસ નોંધાયા હતા, 1975 લોકોનાં કોરોના ટેસ્ટમાંથી કુલ 76 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, માત્ર અમદાવાદમાં 142 કોવિડ-19ના દર્દીઓ થયા છે, આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે લોકલ ટ્રાન્સમિશનના 197 કેસ છે, એટલે કે એકબીજાના સંપર્કને કારણે કેસ વધ્યાં છે.

સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં વધુ એક કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત થઇ જતા રાજ્યમાં મોતનો આંકડો કુલ 17 થયો છે, અત્યાર સુધી 26 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ 358 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે, જેથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાની શક્યતા છે.

રાજ્યોમાં કોરોનાના કેસ

અમદાવાદ 142
સુરત 24
વડોદરા 22
ભાવનગર 18
ગાંધીનગર 13
રાજકોટ 13
પાટણ 12
પોરબંદર 03
આણંદ 02
ગીર-સોમનાથ 02
કચ્છ 02
મહેસાણા 02
છોટાઉદેપુર 02
મોરબી 01
પંચમહાલ 01
જામનગર 01
સાબરકાંઠા 01
દાહોદ 01

(8:42 pm IST)