ગુજરાત
News of Thursday, 9th April 2020

કોરોનાના ભય વચ્ચે આરોગ્ય સાથે ચેડાં :રાજપીપળા ખાટકીવાડમાં એક ચીકનનો વેપારી ખાનગી રાહે વાસી ચિકન વેંચતો હોવાની બુમ

લોકડાઉનમાં દુકાનો બંધ હોવા છતાં ઘરમાં જ દુકાન કરી બંધ બારણે પ્લાસ્ટિકના ઝબલા ભરી ફ્રીજમાં રાખતા વેપારીઓ ગંધ મારતું ચિકન પધરાવતા હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાટકીવાડ વિસ્તારમાં આવેલી તમામ ચિકન ની દુકાનો હાલ લોકડાઉન, જાહેરનામા ના કારણે બંધ કરાવી હોવા છતાં એકાદ વેપારી ઘરમાં ખાનગી રાહે પ્લાસ્ટિકના ઝબલા ભરી ફ્રિજમાં મૂકી રાખેલું વાસી ચિકન વેચતો હોવાની બુમ સંભળાઈ છે ત્યારે કોરોના જેવી મહામારી વચ્ચે જાહેરનામું લાગુ હોવા છતાં આવા કેટલાક દુકાનદારો ખાનગી રાહે ધંધો કરી લોકો પાસે વધુ રૂપિયા પડાવ્યા બાદ પણ વાસી ખોરાક આપતા હોય એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે એ સંજોગોમાં આરોગ્ય વિભાગ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ માટે કાયદાનું કડક પાલન કરે તેવી માંગ ઉઠી છે.

 

        જોકે હાલમાજ આ દુકાનદાર સામે પોલીસે જાહેરનામાના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી પણ કરી છે પરંતુ હજુ ખાનગી રહે ઓળખીતા ગ્રાહકોને ચિકન આપતો હોય અને તે પણ ફ્રીજ માં મૂકેલું વાસી ચિકન વેચતો હોવાની બુમો સંભળાઈ રહી છે ત્યારે જો આ બાબત સાચી હોય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય તેવી લોક માંગ છે.

(7:04 pm IST)