ગુજરાત
News of Thursday, 9th April 2020

રાજપીપળામાં વેપારીઓ દ્વારા લોકડાઉનમાં લૂંટ : વિમલ ,મીરાજ સહિતની ગુટખા જોઈતી હોય તો ૨૫૦ રૂપિયા

રાજપીપળામાં લોકડાઉનમાં તંત્રએ બે કલાક દુકાન ખુલ્લી રાખવા છૂટ આપેલા કેટલાક વેપારીઓ દ્વારાજ લૂંટ..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના મહામારી વચ્ચે લોકડાઉન લાગુ કરાયું હોય રાજપીપળા શહેરની લગભગ તમામ દુકાનો બંધ છે જેમાં શાક માર્કેટ સહિત કેટલીક જીવન જરૂરિયાતની દુકાનો બે કલાક ખુલ્લી રાખવા છૂટ અપાઈ છે પરંતુ એ પૈકી અમુક દુકાનદારો લૂંટ ચલાવતા હોવાની વાત સાંભળવા મળી હોય જેમાં ગુટકા,સિગારેટ,તમાકુ સહિતનો જથ્થાબંધ સામાન વેચનાર અમુક વેપારીઓ બમણા ભાવ લઈ વ્યસનીઓ તેમજ અન્ય વેપારીઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે એક વેપારીના જણાવ્યા મુજબ વિમલ,મીરાજ સહિતની વસ્તુઓ જે ૧૩૫ રૂપિયાનું પેકેટ મળતું હતું તેનો ભાવ આ લોકો ૨૫૦ રૂપિયા લઈ કાળા બજાર માં તગડી કમાણી કરી લૂંટ ચલાવે છે જેથી ૫/-રૂપિયાની છૂટક વિમલ કે મીરાજ ૧૦/-માં વેચાય છે.જોકે આમાં વ્યસનીઓ મો માંગ્યા ભાવ આપવા તૈયાર થતા હોવાથી જથ્થાબંધ ના વેપારીઓને ઘીકેળાં છે પરંતુ આ દુકાનો પર જો પોલીસ,પત્રકાર કે કોઈ અજાણ્યા વ્યક્તિ લેવા જાય તો માલ નથી તેમ કહી ના પાડી દેતા હોય જેથી એમની પોલ બહાર ન આવે માટે આવા કાળા બજાર કરતા વેપારીઓ સામે તંત્ર કડક પગલાં લે એ જરૂરી છે

(7:02 pm IST)