ગુજરાત
News of Thursday, 9th April 2020

અરવલ્લી: મેઘરજની બેન્કના મેનેજર હોમ કોરન્ટાઇનમાંથી ફરાર

(પ્રભુદાસ પટેલ દ્વારા) મોટી ઇસરોલ :અરવલ્લી જિલ્લામાં મેઘરજની બેન્કના મેનેજ રહોમ કોરન્ટાઇનમાંથી ફરાર થઈ જતા એની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
 બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજર હોમ કોરન્ટાઇનમાં હતા.ત્યાંથી  ફરાર થતા
આરોગ્ય અધિકારીએ પોલીસ અને મામલતદારને  લેખિત જાણ કરાતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(6:40 pm IST)