ગુજરાત
News of Thursday, 9th April 2020

સાબરકાંઠા જિલ્લામાં સ્વયંભૂ ગામો સિલ કરતા ગ્રામજનો

(પ્રભુદાસ પટેલ દ્વારા) મોટી ઇસરોલ:સાબરકાંઠા જિલ્લામાં કેટલાયે અંતરિયાળ ગામો સ્થાનિક લોકોએ કોરાના વાયરસને અટકવવાના ભાગરૂપે સ્વયંભૂ આ રીતે સિલ કર્યા છે. ગામોને જોડતાં આવા અનેક રસ્તાઓ બંધ કરી લોકો જાગૃતિ વર્તી રહ્યાં છે

અત્રે .ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા કેટલાયે આંતર જિલ્લા નાકા બંધી કરીને કોરાના સામે લડત વધુ તેજ બનાવી છે ત્યારે ગામડાઓમાં પણ હવે લોકો સ્વયંભૂ જાગૃત થતા દેખાઈ રહ્યા છે જે આવકારદાયક છે

(6:32 pm IST)