ગુજરાત
News of Thursday, 9th April 2020

વડોદરાની ગોત્રી હોસ્પીટલમાં 'કોરોના'ના શંકાસ્પદ દર્દીઓ દ્વારા ખુલ્લામાં સ્નાનથી તબીબો અને સ્ટાફ ભારે પરેશાન

વડોદરાઃ વડોદરામાં પણ કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. વડોદરામાં નાગરવાડા અને તાંદલજા વિસ્તાર કલસ્ટર કવોરેઇન્ટાઇન કરાયો છે. જેના બાદ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા અનેક લોકોના રિપોર્ટ લેવામાં આવ્યાછે. શહેરના જુદા જુદા વિસ્તારમાંંથી લાવવામાં આવતા શંકાસ્પદ દર્દીઓને ગોત્રી હોસ્પિીટલમાં લાવવામાં આવ્યા છે. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની નૌટકી વધી રહી છે.

ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનામાં દર્દીઓનો આતંક વધી રહ્યો છે. આ દર્દીઓ જાહેરમાં સ્નાન કરવા બેસે છે. તો ગોત્રી હોસ્પીટલમાં ગમે ત્યાં થુકી રહ્યા ડસ્ટબીન મૂકી હોવા છતાં જમ્યા બાદ ડીશ તેમાં નાંખતા નથી. ગોત્રી હોસ્પીટલમાંના સંકુલમાં કંકાસ્પદ દર્દઓએ ગંદકી ફેલાવી મૂકી છે ગોત્રી દવાખાના વિસ્તારની હોસ્ટેલ ફુલ થતા શંકાસ્પદોને જાહેરમાં પંડાલમાં રાખવામાં આવી રહ્યા છે. ગોત્રી હોસ્પીટલ સંકુલમાં રહેતા તબીબો અને સ્ટાફમાં આકારણે ગભરાટ ફેલાયો છે.

વડોદરામાં હાલપોઝીટીવ કેસોનો આંકડો ૧૮ છે. નાગરવાડા વિસ્તારમાંં વધી રહેલા પોઝીટીવ કેસો બાદ આ વિસ્તારમાંં સરવે કરવામાં  આવ્યો હતો શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી શંકાસ્પદ દર્દીઓ ગોત્રી હોસ્પીટલમાંં લાવવામાં આવ્યા છે. જેમાંથી અનેક દર્દીઓ મિસાબિહેવ કરી રહ્યા છે. અહી પ૦  જેટલા શંકાસ્પદ દર્દીઓ છે, જેઓ ભિક્ષુકો તથા અન્ય રખડતા અને નિસહાય લોકો છે. હાલ, ગોત્રી હોસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે રપ૦ બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે.

(5:42 pm IST)