News of Thursday, 9th April 2020
મહેમદાવાદના માંકવા ગામે ખેતરમાં સેઢીથી ચાર લેવા બાબતે કુટુંબી કાકાએ ચાર સભ્યો સાથે મળી ભત્રીજીને માર મારતા પોલીસ ફરિયાદ
મહેમદાવાદ: તાલુકાના માંકવા તાબે બગલજીની મુવાડીમાં રહેતાં કિંજલબેન દિનેશભાઈ ચૌહાણ ગતરોજ સાંજના સમયે પોતાના ખેતરના સેઢેથી ચાર લેતી હતી. તે વખતે તેમના કુટુંબી કાકા રમેશભાઈ રાવજીભાઈ ચૌહાણ તેમજ રઈજીભાઈ દિનેશભાઈ ચૌહાણ, બુધાભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ અને અભેસિંહ રાવજીભાઈ ચૌહાણ એકાએક ત્યાં આવી ચડયાં હતાં. અને આ ખેતરનો છેડો અમારો છે કહી ચારેય જણાંએ ભેગા મળી કિંજલબેનને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે કિંજલબેન દિનેશભાઈ ચૌહાણની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે ચારેય ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:40 pm IST)