ગુજરાત
News of Thursday, 9th April 2020

ગાંધીનગરમાં યુવતી સાથે મિત્રતા કરવા બાબતે ધીંગાણું કરી બે પક્ષો બાખડ્યા:સામસામે હુમલામાં પથ્થરમારો

ગાંધીનગર: શહેરમાં અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે જુનાકોબા ગામે રહેતાં રમેશભાઈ શકરાભાઈ રાવળ ગઈકાલે કરિયાણાની દુકાને ગયા હતા તે સમયે દુકાનની સામે ભાવેશ તેનો નાનો ભાઈ મેહુલ અને યોગેશ ઉભા હતા. ભાવેશને રમેશભાઈની દીકરી સાથે મિત્રતા હોવાની શંકાના પગલે રમેશભાઈએ ઠપકો આપ્યો હતો. જેના પગલે ત્રણેય વ્યક્તિઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેથી રમેશભાઈ ઘરે પહોંચી ગયા હતા.

ત્યારબાદ ભાવેશ મનુભાઈ રાવળ, મેહુલ મનુભાઈ રાવળ, પ્રહલાદ લક્ષ્મણભાઈ રાવળ, જીતુ અંબાલાલ રાવળ, અશોક રાવળ, યોગેશ ભલાભાઈ રાવળ તથા ચંદુભાઈ રાવળ અને ગલાભાઈ  રાવળ તેમના ઘરે પહોંચ્યા હતા અને રમેશભાઈની માતા સીતાબેન તેમના મોટા બાપા બચુભાઈ અને અમરતભાઈ સાથે ઝગડો કરી લાકડીઓથી માર માર્યો હતો તેમજ છુટા હાથે પથ્થરમારો કર્યો હતો.

(5:36 pm IST)