ગુજરાત
News of Thursday, 9th April 2020

સુરત: ભાઠા ગામમાં નવા પરા મહોલ્લા પાછળ ક્રિકેટ રમવા ગયેલ 9 યુવાનોને પોલીસે બેટ સાથે ઝડપી પાડ્યા

સુરત:લોક્ડાઉન અંતર્ગત હજીરા રોડના ભાઠાગામના નવા પરા મહોલ્લા પાછળ બેટ ઉપર ક્રિકેટ રમવા માટે ભેગા થયેલા ગામના 9 યુવાનોને ઇચ્છાપોર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેટ સુધી પોલીસ પહોંચી શકશે નહિ એવા વિચારથી યુવાનો રમવા ગયા હતા પરંતુ પોલીસને ગંધ આવી જતા જેલના સળિયા ગણાવ્યા હતા.

કોરોના વાયરસના સક્રમણથી બચવા માટે લોક્ડાઉનના ક્ડક અમલ કરવા માટે પોલીસ દ્વારા વારંવાર આહવાન કરવામાં આવી રહ્યું છે કે ઘરમાં રહો સલામત રહો. પરંતુ તેમ છતા પણ હજી કેટલાક લોકો બાબતે ગંભીરતા દાખવી રહ્યા નથી. ગત રોજ ઇચ્છાપોર પોલીસ લોક્ડાઉનના અમલ માટે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હજીરા રોડના ભાઠા ગામના નવા પરા મહોલ્લાની પાછળ બેટ ઉપર કેટલાક યુવાનો નજરે પડયા હતા. જેથી પોલીસે ત્યાં જઇ યુવાનોની પુછપરછ કરતા લોક્ડાઉનને પગલે ઘરમાં બેસીને કંટાળી ગયા હોવાથી ક્રિકેટ રમવા ભેગા થયા હોવાનું અને નવા મહોલ્લાની પાછળ બેટ સુધી પોલીસ પહોંચી શકશે નહિ તેવા વિચારથી તેઓ એક્ઠા થયા હોવાની કબુલાત કરી હતી

(5:35 pm IST)