ગુજરાત
News of Thursday, 9th April 2020

સુરતમાં લોકડાઉનમાં માસ્ક પહેરવું ફરજીયાત :ગ્રાહકો પાસે માસ્ક ન હોય તો વસ્તુ દેવામાં ન આપવાનો આદેશ

સુરત: શહેરમાં હવે શાકભાજી, ગ્રોસરી કે દવા ખરીદનારા ગ્રાહકો પાસે માસ્ક હોય તો તેને કોઈ વસ્તુ મળશે નહીં. માસ્ક વિનાના ગ્રાહકોને વસ્તુ વેચનાર કે સોશ્યલ ડિસ્ટન્સ રાખનારા વેપારીઓવેપારીઓને દંડ કરાશે. વારંવારની અપીલ કરવા છતાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થતું હોવાથી હવે મ્યુનિ. તંત્રએ અમલ કડક કરવા માટે નવી ગાઈડ લાઈન બનાવી છે અને તેનો અમલ પણ આજથી શરૂ કરી દેવામાં આવશે.

   સુરતમા કોરોના અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સ  રાખવા  તથા સરકાર અને મ્યુનિ.તંત્ર દ્વારા અનેક અપીલ કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસન્ટન રહેતું હોવાથી પહેલાં પાલનપોર પાટિયા શાક માર્કેટપછી  એપીએમી માર્કેટ બંધ કરવામા આવ્યું છે. સૌથી વધુ કેસ મળ્યા છે તેવા રાંદેરમાં સંપુર્ણ લોક ડાઉન કરવામા આવ્યું છે. તેમ છતાં પણ રાંદેરમાં વાહનની અવર જવર સાથે લોકોની અવર જવર જોવા મળી રહી છે.

(5:33 pm IST)