ગુજરાત
News of Thursday, 9th April 2020

અમદાવાદમાં તમામ લોકોનું સ્ક્રીનીંગ થશેઃ વિજય નેહરા

૧૯૦૦ હેલ્થ વર્કરો કામગીરીમાં જોડાયાઃ લોકોનો સહકાર ન મળે તે દુઃખદ

અમદાવાદ,તા.૯: અમદાવાદમાં પોઝીટીવ કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે ચિંતાભરી સ્થિતિ ઉપજી છે. અમદવાદ મ્યુનિસીપાલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે ૨૪ કલાકમાં કોરોનાના ૫૦ કેસ નોંધાયા છે. દરરોજ વધી રહેલા કેસોના પગલે ખાસ રણનીતિ બનાવાઈ રહી છે.

તમામ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ૧૯૦૦ હેલ્થ વર્કરો આ કામગીરીમાં જોડાશે. આરોગ્યની ટીમને સહકાર આપવા વિનંતી કરી હતી. પરંતુ હજુ લોકો સહયોગ ન આપી રહ્યા હોય તે બાબતને દુઃખદ ગણાવી હતી. તબ્લીગી જમાતના કારણે કેસોમાં વધારો થયાનું તેઓએ જણાવેલ. શ્રી વિજય નેહરાએ જણાવેલ કે અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૩૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. કોટ, દાણી લીમડા, ઓસ્ટોડીયા વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ચાર દિવસમાં ટેસ્ટીંગમાં ત્રણ ગણો વધારો થયો છે. હજુ ૧૦૨ કેસો પેન્ડીંગ હોવાનું તેઓએ જણાવેલ.

(3:41 pm IST)