ગુજરાત
News of Thursday, 9th April 2020

અમદાવાદના બફરઝોંનમાં મેગા કામગીરી :કોટ વિસ્તારમાં જીવના જોખમે મેગા સર્વે

મધ્યઝોનના છ વોર્ડમાં એક હજાર ટીમ અને બે હજારથી વધુ કર્મચારીઓ મેગા સર્વેમાં સામેલ

અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાના કેસને રોકવા માટે આરોગ્ય વિભાગે શરૂ કરેલા મેગા સર્વે કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો. શહેરના લઘુમતી વિસ્તારમાં કેટલાક લોકોએ આરોગ્ય વિભાગની કામગીરીનો વિરોધ કર્યો અને તેઓને સર્વેની કોઈ જરૂર નથી.તેમ પણ કહ્યુ.કોરોનાના સંકટના કારણે જે વિસ્તારોને બફર ઝોન જાહેર કરાયા છે.

  આ વિસ્તારોમાં કોઈ વ્યક્તિ આવ-જા કરી શકતી નથીતેવા સ્થળો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવતા હોય છે..પરંતુ આરોગ્ય વિભાગની ટીમની સમજાવટ બાદ પણ સહકાર મળતો હોય તેમ દેખાતુ ન હતુ..ઉલ્લેખનિય છે કે, આજે મધ્યઝોનના છ વોર્ડમાં એક હજાર ટીમ અને બે હજારથી વધુ કર્મચારીઓ મેગા સર્વેમાં સામેલ થયા.મહાપાલિકાના અન્ય ઝોનની ટીમો પણ આ સર્વેમાં સામેલ થઈ.

(12:51 pm IST)