ગુજરાત
News of Thursday, 9th April 2020

આણંદમાં વધુ એક પોઝિટિવ કેસ : હાડગુડના 46 વર્ષના ગેરેજના ધંધાર્થી સંક્રમિત : લોકલ ટ્રાન્સમિશનનો કેસ

ગામમાં 120 લોકોને ક્વોરન્ટાઇન કરાશે : તમામ લોકોના સેમ્પલ લેવામાં આવશે.

આણંદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આણંદના હાડગુડ ગામે પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 46 વર્ષના ગેરેજના ધંધાર્થી કોરોના સંક્રમિત છે. આ લોકલ ટ્રાન્સમિશનનો કેસ હોવાનું સામે આવ્યું છે. ક્વોરન્ટાઇનાવાળો વ્યક્તિ 120 લોકોને મળ્યો હતો...જેને લઇને ગામમાં 120 લોકોને ક્વોરન્ટાઇન કરાશે. અને તમામ લોકોના સેમ્પલ લેવામાં આવશે.

(11:49 am IST)