ગુજરાત
News of Thursday, 9th April 2020

સુરતમાં કોરનાના સાઈલેન્ટ કેરિયર સક્રિય : પૌઢ દર્દીને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

લક્ષણ નહીં દેખાવાના સંજોગોમાં દર્દીઓને શોધવા તંત્ર માટે મુશ્કેલ

સુરતમાં કોરોનાને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. કોરોના વાયરસના લક્ષણો નહતા છતાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાંદેર વિસ્તારના 68 વર્ષીય પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.

 આ અગાઉ કોરોનાના દર્દીના સંપર્કથી સંક્રમણ થયું હતું. પરંતુ આ દર્દીમાં કોરોનાના લક્ષણો દેખાયા ન હતા. ત્યારે કોરોનાના પોઝિટિવ દર્દીને લક્ષણ ન દેખાય તે ગંભીર બાબત છે. જોકે અમેરિકા અને ઈટલીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. અમેરિકામાં 50 ટકા જેટલા કોરોનાના દર્દીઓમાં અને આઈસલેન્ડમાં અડધાથી વધારે દર્દીઓમાં કોરોનાના લક્ષણો નથી. આમ, લક્ષણ ન દેખાતા કોરોનાનો પોઝિટિવ દર્દી ચેપ ફેલાવી શકે છે. ત્યારે લક્ષણ નહીં દેખાવાના સંજોગોમાં દર્દીઓને શોધવા તંત્ર માટે આકરૂ થઈ પડે છે. આવા સંજોગોમાં માસ ટેસ્ટિંગ જરૂરી બને છે. હાલ સુરતમાં કોરોનાના કુલ દર્દીઓ 24 થયા છે.

(11:45 am IST)