ગુજરાત
News of Thursday, 9th April 2020

લોકડાઉન વચ્ચે સુરતમાં સોશિયલ મીડિયામાં કોમી ભડકાવ મેસેજ કરનાર યુવકની ધરપકડ

નિઝામુદ્દીન લખેલો ફોટો અને ઉઇશ્કેરણી જનક પોસ્ટ અપલોડ કરી હતી

સુરત : કોરોનાને લઇને દેશભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં કોમી ઉશકેરણીજનક મેસેજ મોકલાવી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આવી એક પોસ્ટની ફરિયાદ સામે આવતા પોલીસે એક યુવક વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે
 કેટલાક લોકો કોરોનાને લઇને દિલ્લી ના નિઝામુદીનની તબ્લીગી જમાતના લોકો એકત્ર થઈને આ વાઇરસ દેશમાં ફેલાવી રહ્યા છે. એવા મેસેજ કરીને દેશમાં કોમી ઉશકેરણીજનક પોસ્ટ સોસલ મીડિયામાં વાઇરલ કરી દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય છે. સાઇબર ટીમને જાણકારી મળી હતી કે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો એક યુવક ફેસબુક આઇડી પર 'સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ` નિઝામુદ્દીન લખેલા ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક મેસેજ મોકલાવી હિંસા ભડકાવવાનો પ્રયાસકરી રહ્યો હતો.
અમરોલી વિસ્તારમાં રહેતા યુવાન મનીષ ભાટિયા પોતાના ફેસબુક આઇડી પર ત્રણેક દિવસ અગાઉ ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકની પોસ્ટ જોઈ હતી કે `સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ` નિઝામુદ્દીન લખેલો ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક પોસ્ટ અપલોડ કરી હતી.

 

(10:25 pm IST)