ગુજરાત
News of Thursday, 9th April 2020

મોઆઇબિયો ડાઇગ્નોસ્ટિક્સ કોરોના ટેસ્ટિંગ કિટને બહાલી

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મંજુરી : ટેસ્ટ કિટની સહાય સાથે એક દિવસમાં ટેસ્ટિંગ, રિર્પોટિંગ

અમદાવાદ,તા.૮ :  સેન્ટર ફોર હેલ્થ રિસર્ચ એન્ડ ઇનોવેશન્સ (સીએચઆરઆઈ) દ્વારા ઇન્ડિયા હેલ્થ ફંડનો સપોર્ટ ધરાવતી મોઆઇબિયો ડાઇગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડએ તાજેતરમાં એની ટેસ્ટિંગ કિટ ટ્રુનેટ બીટા કોરોના ટેસ્ટ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) પાસેથી મંજૂરી મેળવી છે. આ કિટનો ઉપયોગ કોવિડ-૧૯નાં ટેસ્ટ માટે દર્દી દ્વારા થશે. આ કિટનો ઉપયોગ કોવિડ-૧૯ માટે સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે થશે, જેમાં એક કલાકની અંદર પરિણામો ઉપલબ્ધ થશે. આ ટેસ્ટ કિટની મદદ સાથે એક જ દિવસમાં ટેસ્ટિંગ, રિર્પોટિંગ અને દર્દીને આઇસોલેટ કરવાની પ્રક્રિયા શક્ય બનશે. વળી જો જરૂર ઊભી થશે, તો પરિણામોની રાહ જોવાશે, ત્યારે ઇન્ફેક્શનનું જોખમ ઘટાડવામાં મદદ મળશે. દરેક ટેસ્ટનો ખર્ચ રૂ. ૧૩૫૦ આવશે. ટ્રુનેટ બીટા કોરોના ટેસ્ટ બીજી મેડ-ઇન-ઇન્ડિયા નિદાન સોલ્યુશન છે, જેને ટૂંકા ગાળામાં આઇસીએમઆરએ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

            વર્ષ ૨૦૧૯થી ઇન્ડિયા હેલ્થ ફંડના સપોર્ટ સાથે મોઆઇબિયો ડાઇગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને સીએચઆરઆઈ ઉત્તરપ્રદેશમાં જિલ્લા હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ટીબીનું નિદાન કરવામાં ટ્રુલેબની અસરકારકતા અને આરઇફામ્પિસિન રેસિસ્ટન્સ પ્રદર્શિત કરવા સક્ષમ બની છે. ઉત્તરપ્રદેશની જિલ્લા હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં શરૂઆતમાં પરીક્ષણો કરવામાં આવ્યાં છે. આ પ્લેટફોર્મ એની ટ્રુલેબ રિયલ ટાઇમ ક્વોન્ટિટેટિવ માઇક્રો પીસીઆર સિસ્ટમ દ્વારા પોઇન્ટ-ઓફ-કેર પર ચેપી રોગો માટે મોલીક્યુલર ડાઇગ્નોસ્ટિક હાથ ધરવાની સંભવિતતા ધરાવે છે. મોઆઇબિયો ડાઇગ્નોસ્ટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રુલેબ રિયલ ટાઇમ ક્વોન્ટિટેટિવ માઇક્રો પીસીઆર સિસ્ટમમાં કોવિડ-૧૯ રાની છે.

            ઇન્ડિયા હેલ્થ ફંડ એ ટાટા ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવેલી સંસ્થા છે, જેનો આશય પરિવર્તનકારક નવીનતાની ઓળખ કરવાનો અને એને સપોર્ટ કરવાનો છે, જે ભારતમાં ચેપી રોગોને નાબૂદ કરવાની પ્રક્રિયાને વેગ આપવામાં મદદરૂપ થશે. અત્યાર સુધી સંસ્થાએ ઇનોવેશનનાં સપોર્ટ પર કેન્દ્રિત કરે છે, જેમાં ટેકનોલોજી, આર્ટિફિશિયલ ટેકનોલોજી, મોલીક્યુલર ડાઇગ્નોસ્ટિક્સ અને પ્રોડક્ટ ડિઝાઇનનો ઉપયોગ ટેબી અને મેલેરિયાના નિદાન, એની સારવાર અને એના નિવારણ માટે થાય છે, જે માટે મોઆઇબિયો ડાઇગ્નોસ્ટિક્સમાંથી ટ્રુલેબ નિદાન કસોટીનો ઉપયોગ થાય છે. ઇન્ડિયા હેલ્થ ફંડે હવે પ્રાથમિકતા ધરાવતા કોરોનાવાયરસનું નિદાન, સારવાર, નિવારણ અને નિરીક્ષણ કરવા માટે પરિવર્તનકારક નવીનતાની ઓળખ કરવા અને સપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇન્ડિયા હેલ્થ ફંડે સેન્ટ્રલ ટીવી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર સાથે જોડાણ કર્યું છે તથા એઇડ્સ, ટ્યુબરક્યુલોસિસ અને મેલેરિયા સામે લડવા ધ ગ્લોબલ ફંડ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ધરાવે છે.

(9:41 pm IST)