ગુજરાત
News of Tuesday, 9th April 2019

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીના કોંગ્રેસ માટે વિવાદી નિવેદનથી ચૂંટણીપંચ ખફા :સુઓમોટો ફરિયાદ

અશોભનીય શબ્દોનો પ્રયોગની ચૂંટણી કમિશને ગંભીર નોંધ લીધી

 

ગાંધીનગર: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય નેતાઓ બેફામ બનતા જાય છે અને ભડકાઉ ભાષણો કરીને ઉશ્કેરણી કરી રહ્યા છે નેતાઓ જાહેરસભામાં પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યાં છે.ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે. જે અંગે ECએ ગંભીર નોંધ લીધી છે. ECએ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. સાથે જ જીતુ વાઘાણીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે.

   જીતુ વાઘાણીએ સોમવારે કોંગ્રેસ માટે વાપયેલા શબ્દો આજે ફરી દોહરાવ્યા છે. જીતુ વાઘાણીએ જાહેર મંચ પરથી કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દ વાપર્યા હતા. સાથે જ તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

    જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું કે, કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.

 

(10:44 pm IST)