News of Tuesday, 9th April 2019
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના ભાજપમાં જોડાયા
બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં આજે લાખણી ખાતે પુરષોતમ રૂપાલાજીની ઉપસ્થિતિમાં જાહેર સભામાં યોજાઈ હતી. જે સભામાં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા તેમના ૧૦૦થી પણ વધુ સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી ભાજપ સાથે જોડાઈ ગયા હતા. તેમને ઉપસ્થિત ભાજપના આગેવાનોએ આવકાર્યા હતા
(10:31 pm IST)