ગુજરાત
News of Tuesday, 9th April 2019

ભાજપને વોટ નહિ આપવાની અપીલને ગુજરાતી કલાકારોએ ગણાવ્યું ફેક મિશન

હિતુ કનોડિયાએ કહ્યું લોકો ભાજપ સાથે :અભિલાષ ઘોડાએ ફેક કહ્યું :આરતી વ્યાસે કહ્યું મારુ નામ વાંચ્યું તો આઘાત લાગ્યો

 

અમદાવાદ ;બોલીવુડના કલાકારો ,થિયેટર અને આર્ટ્સ સાથે જોડાયેલા લોકોએ ભાજપને મત નહીં આપવાની અપીલ બાબતે ગુજરાતી કલાકારોએ ફેક મિશન ગણાવ્યું હતું કેટલાક કલાકારો એમ કહી રહ્યા છે કે, અમે પ્રકારની અપીલ સાઈન નથી કરી. ત્યારે બાબતે ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા, અભિલાષ ઘોડા અને આરતી વ્યાસે પ્રતિક્રિયા આપી હતી.

   ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, અમુક લોકો કહેતા હોય છે કે ફ્રીડમ ઓફ સ્પીચ બધા લોકોને છે, અમુક લોકો રીતે કામ કરી રહ્યા છે, તો લોકોને પણ ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર છે. લોકોના કદાચ એવા વિચારો હશે. બાકી અત્યારના જેટલા યંગસ્ટર્સ, ટોપના એક્ટરો, બધા મોદી સરકાર અને ભાજપની સાથે છે.

ગુજરાતી કલાકાર અભિલાષ ઘોડાએ જણાવ્યું હતું કે, હું ચોક્કસપણે માનું છું કે, આવા કોઈ પણ ડેટા એસોસિએશનના હોય કે, ફિલ્મ ડિરેક્ટરીના ડેટા હોય તેનો કોઈકને કોઈક રીતે ઉપયોગ કરીને આવું એક ફેક મિશન ચલાવાઈ રહ્યું છે, એવું મને લાગે છે.

  ગુજરાતી કલાકાર આરતી વ્યાસે જણાવ્યું હતું કે, મેં અચાનક આજથી અઠવાડિયા પહેલા લિસ્ટ પહેલીવાર જોયું ત્યારે મને નવાઈ લાગી હતી કે, મેં તો ક્યારેય આવી પિટિશન કે, અપીલ સાઈન નથી કરી છતાં મારા નામે એક અપીલ ફરે છે કે, 100 ફિલ્મ મેકર્સોએ નક્કી કર્યું છે કે, ભાજપને વોટ નહીં આપવો ત્યારે મને સખત આઘાત લાગ્યો.

(10:49 pm IST)