ગુજરાત
News of Tuesday, 9th March 2021

નવસારી જુગાર ધામમાં સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ પીઆઇ અને જમાદાર સસ્પેન્ડ

પીઆઈ એચ.આર.વાઘેલા અને એ.એસ.આઈ રાજેશ પટેલ સસ્પેન્ડ: કે.બી.લીંબાચીયાની LIB માંથી SOGમાં અને જ્યારે પીઆઈ મયુર પટેલની SOGમાંથી ફરીથી બદલી

નવસારી: ગત ૨૦મી ફેબ્રઆરીએ નવસારી શહેર ના સાસરે ટેકરી વિસ્તરામાં સ્ટેટ વિજીલન્સની ટીમે રેડ કરતા ધમધમતા જુગારના અડ્ડા મળી આવ્યા હતા, જેને લઈને સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામા આવી છે જેમાં નવસારી શહેર પોલીસ સ્ટેશનની પીઆઈ એચ.આર.વાઘેલા અને એ.એસ.આઈ રાજેશ પટેલ સસ્પેન્ડ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે

  નવસારી શહેરમાં ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ સ્ટેટ વિજીલન્સની ટીમે સ્થાનિક પોલીસની બજાણ બહાર કેટલાજ સ્થળોએ રેડ કરી હતી જેમાં પોલીસ હેડકવાર્ટરથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલા દશેરા ટેકરી વિસ્તારમાંથી જુગાર રમી રહેલા ૩૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જે ગુનામાં નવસારી શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. વાઘેલા અને એએસઆઈ રાજેશ પટેલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે કે.બી.લીંબાચીયાની LIB માંથી SOGમાં અને જ્યારે પીઆઈ મયુર પટેલની SOGમાંથી ફરીથી બદલી કરી ટાઉન પોલીસની જવાબદારી સોંપવામાં આવી છે

(12:26 am IST)