ગુજરાત
News of Tuesday, 9th March 2021

વડીયામાં સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થીનીની બાકી ફી માંગવા બાબતે વાલીએ શિક્ષક સાથે મારામારી કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ને અડીને આવેલા વડિયા ગામમાં આવેલી સ્કૂલના ગેટ પાસે બાકી ફી બાબતે વાલી એ શિક્ષક સાથે મારામારી કરી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પરેશકુમાર દિલીપકુમાર શાહ ની ફરિયાદ મુજબ તેઓ માય સાનેન સ્કુલ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કુલ ના ગેટ ઉપર ઉભા હતા તે વખતે હર્નિશભાઈ કંચનભાઇ પટેલ (રહે.થરી,તા.નાંદોદ ) ગેટની અંદર આવી તેમને કહેવા લાગેલ કે મારી છોકરી હેવીને ઓનલાઈન ક્લાસ કરાવો છો તેની ફી કેમ માંગ્યા કરો છો તેમ કહેતા તેમણે જણાવેલ કે તમારી દિકરીની ટોટલ ૨૩,૫૦૦ રૂપિયા ફી છે અને તમે આજદિન સુધી પ૦૦૦ રૂપિયા જ ભરેલ છે પરંતુ કોરોનાને લીધે સરકારના નિયમ મુજબ પચીસ ટકા ફી માફ છે જેથી તેને બાદ કરતાં તમારે બાકીની ફી ભરવાની થાય છે તેવું સમજાવતા હતા ત્યારે વાલી એકદમ ઉશ્કેરાઈ જઈ શિક્ષક સાથે બિભત્સ વર્તન કરી ગાળાગાળી કરી , છુટા હાથની મારામારી કરી મુઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે વાલી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:30 pm IST)