ગુજરાત
News of Tuesday, 9th March 2021

આયેશા આત્મહત્યા કેસ બાદ મુસ્લિમ સમાજમાં દહેજ વિરુદ્ધ અવાજ ઉઠ્યો

મસ્જિદમાં જુમાની નમાઝ બાદ દહેજને ખતમ કરવાની પહેલ: મૌલાાઓને દહેજ લઈને વિવાદવાળા લગ્નમાં નિકાહ ન પઢવાની અપીલ કરી: સમાજના અન્ય વર્ગના લોકોને પણ જોડીને દહેજ વિરુદ્ધ અભિયાન

અમદાવાદની આયશાએ પોતાના પતિ સાથે વિવાદ બાદ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આયેશાની દહેજ સબબ થયેલી આત્મહત્યના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે.આયેશા આત્મહત્યા કેસ બાદ મુસ્લિમ સમાજમાં દહેજ વિરુદ્ધ અવાજ મજબૂત થઈ રહ્યો છે.

 ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમાજની સંસ્થાએ દહેજ પ્રભાને ખતમ કરવાની અપીલ કરી છે. આ કુપ્રથાને ખતમ કરવા માટે જુમાના દિવસે આગરાની મસ્જિદોમાંથી દહેજ ન લેવાની અપીલ કરવામાં આવી છે.પાછલા શુક્રવારે આગરાના મંટોલા સ્થિત કૈંથવાળી મસ્જિદમાં જુમાની નમાઝ બાદ દહેજને ખતમ કરવાની પહેલ શરૂ થઈ છે

 યૂપીના અમરોહા જિલ્લાની એક સંસ્થા જમીયત ઉલમા હિંદ દહેજ કુપ્રથાને ખતમ કરવા માટે આગળ આવી છે. આ સંસ્થાના મૌલાાઓને દહેજ લઈને વિવાદવાળા લગ્નમાં નિકાહ ન પઢવાની અપીલ કરી છે. આ સંસ્થા જલદી ગામ અને શહેરોમાં ન માત્ર મુસ્લિમ સમાજ પરંતુ સમાજના અન્ય વર્ગના લોકોને પણ જોડીને દહેજ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

(10:04 pm IST)