ગુજરાત
News of Tuesday, 9th March 2021

સુરતમાં કોરોનાનો કહેર વધ્યો :યુકે સ્ટ્રેઇનના 2 અને આફ્રિકન સ્ટ્રેઇનનો એક દર્દી મળ્યો : મ્યુનિ, કમિશ્નર

લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહેવા કમિશનરે અપીલ કરી

સુરત : શહેરમાં ધીરેધીરે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેન ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે શહેરમાં યુકે સ્ટ્રેઇનના 2 અને આફ્રિકન સ્ટ્રેઇનનો એક દર્દી મળી આવ્યો છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને આપી છે. લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહેવા કમિશનરે અપીલ કરી છે.
 

(8:13 pm IST)