સુરત:રોંગ નંબર લાગ્યા બાદ મહિલાને અપશબ્દો કહેનાર શખ્સને ચપ્પુના ઘા જીકી ઈજાગ્રસ્ત કરવામાં આવતા ગુનો દાખલ
સુરત: શહેરમાંલોકડાઉનમાં મિત્રના સીમકાર્ડથી લાગેલા રોંગ નંબર ઉપર મહિલાને અપશબ્દો કહેતા તેની અદાવતમાં ગતસાંજે કેમ બહુ ફોન કરે છે કહી સોસાયટીના જ માથાભારે યુવાન સહિત ત્રણ જણાએ ઉધનાના યુવાનને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં ઉધના વિજયાનગર વિભાગ 1 ઘર નં.26 માં રહેતો 30 વર્ષીય અજય રીભાઇ વાદુરવાઘ બીઆરસી લક્ષ્મીનારાયણ મંદિર પાસે ફોલ્ડીંગનું કામ કરે છે. લોકડાઉનમાં અજયે મિત્ર અમુલ આંબોરેનો સીમકાર્ડ પોતાના મોબાઇલમાં વાપરવા લોધો હતો. તે સમયે એક રોંગ નંબર ડાયલ થયો હતો અને તે કોઈ મહિલાનો હોય અજયે વાત કરતા ઝઘડો થયો હતો. તેથી અજયે મહિલાને અપશબ્દો કહ્યા હતા. આ અંગેની અદાવતમાં જ ગતસાંજે 6.30 વાગ્યે વિજયાનગર વિભાગ 2 માં રહેતા માથાભારે અજય ઉર્ફે ભજ્જી બાલેરાવ અને તેના બે મિત્રોએ અજયને વિજ્યાનગર વિભાગ 1 ના ગેટ આગળ અટકાવ્યો હતો.અને કેમ બહુ ફોન કરે છે તેમ કહી ઝઘડો કર્યા બાદ ત્રણયે તેની ઉપર ચપ્પુ લઈ તૂટી પડયા હતા. ત્રણેયે ઉપરાછાપરી ઘા ઝીંકતા અજય તેમનાથી બચવા ભાગ્યો તો અજય ભાલેરાવ તેની પાછળ દોડયો હતો અને ચપ્પુના ઘા ઝીંકતા તેને ગંભીર ઇજા થઈ હતી.