News of Tuesday, 9th March 2021
વડોદરાના ગોત્રી વિસ્તારમાં પિતા સાથે બાઈક પર જતી પુત્રીનું ગમખ્વાર અકસ્માતમાં મોત
વડોદરા : બાઇક પર આવતા પિતા પુત્રીને અકસ્માત નડતા બંનેને ઇજા પહોંચી હતી.ચાર દિવસની સારવાર બાદ પુત્રીનું મોત થયુ છે.વાઘોડિયા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોત્રી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી પિતા સાથે બાઇક પર વાઘોડિયા તાલુકાના બોડિદરા ગામે રહેતા કાકાના ઘરે ધાર્મિક પ્રસંગે ગત ૪ થી તારીખે ગઇ હતી.રાતે પિતા પુત્રી બાઇક પર પરત ઘરે આવતા હતા.તે દરમિયાન સામેથી આવતા વાહનની લાઇટમાં પિતાની આંખો અંજાઇ જતા તેમણે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો.અને તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા.પિતા પુત્રીને ઇજા થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પુત્રીનું આજે મોત થયુ છે.
(5:58 pm IST)